વર્તમાન સમયગાળાદરમ્યાન વિવિધ વિધાશાખાઓનું જ્ઞાન ધરાવતા ઉમેદવારોની સરખામણીમાં ઔધોગિક તાલીમ મેળવનાર ઉમેદવારો માટે રોજગારી/નોકરી અને સ્વરોજગારી/પોતાના બિઝનેશની વિપુલ તકો રહેલી છે. ઉચ્ચ લાયકાત મેળવવા માટે વધારે પડતો આર્થિક ખર્ચ, લાંબો સમયગાળાનો ભોગ આપવો પડે છે. એટલુ જ નહી, ધોરણ ૧૦ અને ૧૨ ની પરીક્ષામાં ઊંચી ટકાવારીથી ઉતીર્ણ થવુ પડે છે. આથી ખુબજ ઓછા ઉમેદવારો નામાંકિત શાળા/કોલેજોમાં ઉચ્ચ શિક્ષણ મેળવી કારકીર્દી બનાવી શકે છે. વિધાશાખાઓ માટે જરૂરી હોય તેના પ્રમાણમાં ઓછી ટકાવારી અથવા ધોરણ ૧૦ અને ૧૨ માં નાપાસ થયેલ ઉમેદવારો પણ આઈ.ટી.આઈ માં ઔધોગિક તાલીમ મેળવી વિવિધ કૌશલ્ય પ્રાપ્ત કરી રોજગારી/નોકરી તેમજ સ્વરોજગારી/પોતાનો બિઝનેશ કરી શકે છે.
૨૧મી સદીજ્ઞાનની સદી છે. ભારત વિશ્વનું સૌથી યુવા રાષ્ટ્ર છે આજના યુવાનોની આંખોમાં છે અનેરા સપના, અને આ સપનાઓને પરિપુર્ણ કરવા તેમને ઉડવી છે ઊંચી ઊડાન, ઉપનિષદથી ઊઠેલી ભારતીય સંસ્કૃતિ આજે ઉપગ્રહના સથવારે મંગળના આંગણે ટકોરા મારી રહી છે. એવાસમયમાંઆપણા વિસ્તારના યુવાનોને ઔધોગિક તાલીમ આપવાનાં હેતુસર અધતન મશીનો તથા ઉપકરણોથી સજ્જ “શ્રીતિરૂપતી બાલાજી ઔધોગિક તાલીમ કેન્દ્ર”પાંથાવાડા ખાતે કાર્યરત છે.
આપણા વિસ્તારની શ્રીતિરૂપતી બાલાજી ઔધોગિક તાલીમ સંસ્થા દ્રારા પ્રકાશિત થયેલ માહિતી પુસ્તિકા તાલીમાર્થીઓ અને વાલીઓને કારકીર્દીના માર્ગદર્શન માટે અત્યંત ઉપયોગી થઈ પડશે તેવી શુભેચ્છા વ્યક્ત કરૂ છું.
એન .એમ દવે
આચાર્ય
I.T.I. - પાંથાવાડા